The Trends of Modern Gujarati Literature

Go to class
Write Review

Free Online Course: The Trends of Modern Gujarati Literature provided by Swayam is a comprehensive online course, which lasts for 16 weeks long. The course is taught in Gujarati and is free of charge. Upon completion of the course, you can receive an e-certificate from Swayam. The Trends of Modern Gujarati Literature is taught by Prof. Dr. Kaladhar Arya.

Overview
  • અર્વાચીન ગુજરાતી સાહિત્ય ધારા
    ઈ.સ. ૧૮૪૫ થી ઈ.સ.૧૯૪૪, એકસો વર્ષની સાહિત્ય સાધનાનો રસથાળ લઈને અર્વાચીન ગુજરાતી સાહિત્યની યુગલક્ષી વિભાવના સાથે પ્રથમ ત્રણ યુગ: સુધારક યુગ (૧૮૪૩ થી ૧૮૯૦), પંડિતયુગ (૧૮૫૦ થી ૧૯૧૪) અને ગાંધીયુગ (૧૯૧૫ થી ૧૯૪૦) દરમ્યાન યુગ પ્રવર્તક કહી શકાય તેવા સર્જકો અને સર્જનો પૈકી સિમાસ્તંભરૂપ સાહિત્યકારો તથા સાહિત્યની ગહનતાપૂર્વક છણાવટ સાથે એક શતકનું ઉત્તમોત્તમ સાહિત્યિક ભાથું લઈને પ્રવાહિત થનાર ARPIT-2019 ની સાહિત્યધારાથી ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો નવપલ્લવિત થશે અને વાસ્તવિક શિક્ષણ કાર્ય દરમ્યાન વિધાર્થીઓના ભાવવિશ્વને પરિશુધ્ધ કરવા ઉપરાંત પોતાના ચૈતસિક વિશ્વને પણ વધારે સમૃધ્ધ કરી શકશે. એટલું જ નહીં પરંતુ ''અર્વાચીન ગુજરાતી સાહિત્યધારા'' શિર્ષક અંતર્ગત પ્રસારિત થનાર પ્રસ્તુત કાર્યક્રમથી પંચાનન પ્રક્રિયાનો આરંભ થઇ શકશે:

    • ત્રણ યુગના સાહિત્ય સર્જનની ઓળખ કેળવાશે.
    • સાહિત્ય અને સમાજના આંતરસંબંધો સ્પષ્ટ થઇ શકશે .
    • અર્વાચીન ગુજરાતી સાહિત્યધારા થી નવપલ્લવિત થયેલાં અધ્યેતા તેમજ અધ્યાપકને ચિંતનાત્મક ભૂમિકા પ્રદાન કરી શકાશે.
    • સર્જક અને વાંચકના ભાવવિશ્વનું ઐક્ય સ્થાપિત કરતી રચનાઓના માધ્યમથી સાહિત્યનો સર્વોપરિતાલક્ષી વિચાર વહેતો મુકી શકાશે.
    • સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધી યુગના મુઠ્ઠીઊચેરા સર્જનો અને સર્જકો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અધ્યેતા તેમજ અધ્યાપકને અભિપ્રેરિત કરી શકાશે

Syllabus
  • COURSE LAYOUT

    ૧. પ્રથમ સપ્તાહ: અર્વાચીન ગુજરાતી સાહિત્યની ભૂમિકા: ભાગ ૧

    પ્રોફેસરનરેશભાઈ વેદ

    ૨. બીજુ સપ્તાહ: અર્વાચીન ગુજરાતી સાહિત્યની ભૂમિકા: ભાગ ૨

    પ્રોફેસર નરેશભાઈ વેદ

    ૩. ત્રીજુ સપ્તાહ: અર્વાચીન યુગ: ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભ રૂપ સર્જકો અને સર્જન

    ડૉ. અનુપમાબેન પંડ્યા

    ૪. ચોથુ સપ્તાહ: સુધારકયુગના યુગપ્રવર્તક સર્જકો, કૃતિઓ અને લાક્ષણિકતાઓ: ભાગ ૧

    પ્રોફેસર બળવંતભાઈ જાની

    ૫. પાંચમું સપ્તાહ: સુધારકયુગના યુગપ્રવર્તક સર્જકો, કૃતિઓ અનેલાક્ષણિકતાઓ: ભાગ ૨

    પ્રોફેસર બળવંતભાઈ જાની

    ૬. છઠુ સપ્તાહ: પંડિતયુગના યુગપ્રવર્તક સર્જકો, કૃતિઓ અનેલાક્ષણિકતાઓ

    પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી

    ૭. સાતમું સપ્તાહ: ગાંધીયુગના યુગપ્રવર્તક સર્જકો, કૃતિઓ અનેલાક્ષણિકતાઓ: ભાગ ૧

    પ્રોફેસર ભરતભાઈ મેહતા

    ૮. આઠમું સપ્તાહ: ગાંધીયુગના યુગપ્રવર્તક સર્જકો, કૃતિઓ અનેલાક્ષણિકતાઓ: ભાગ ૨

    પ્રોફેસર ભરતભાઈ મેહતા

    ૯. નવમું સપ્તાહ: એક શતકનું ગદ્ય સાહિત્ય: પ્રવાહો, પ્રવર્તકો અને વળાંક

    ડૉ. નરેશભાઈ શુક્લ

    ૧૦. દસમું સપ્તાહ: એક શતકનું પદ્ય સાહિત્ય: પ્રવાહો, પ્રવર્તકો અનેવળાંક

    પ્રોફેસર કીર્તિદાબેન શાહ

    ૧૧. અગિયારમું સપ્તાહ: અર્વાચીન ગદ્ય સાહિત્યનો રસાસ્વાદ: આત્મકથા / નિબંધ

    પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી

    ૧૨. બારમું સપ્તાહ: ગદ્ય સાહિત્યનો રસાસ્વાદ: નવલકથા / નવલિકા

    ડૉ. પન્નાબેન ત્રિવેદી

    ૧૩. તેરમું સપ્તાહ: અર્વાચીન પદ્ય સાહિત્યનો રસાસ્વાદ: ઊર્મિ કાવ્ય

    ડૉ. સેજલબેન શાહ

    ૧૪. ચૌદમું સપ્તાહ: અર્વાચીન પદ્ય સાહિત્યનો રસાસ્વાદ: દીર્ઘ કાવ્ય

    પ્રોફેસર પિનાકિનીબેન પંડ્યા

    ૧૫. પંદરમું સપ્તાહ: અર્વાચીન નાટ્ય પ્રવૃત્તિ:દીર્ઘ નાટક

    ડૉ. પ્રભુદાસ પટેલ

    ૧૬. સોળમું સપ્તાહ: અર્વાચીન નાટ્ય પ્રવૃત્તિ:એકાંકી

    ડૉ. શક્તિસિંહ પરમાર